લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ હતો દુનિયા નો સૌથી મોટો ડ્રગ્સ માફિયા,એટલા પૈસા કમાતો કે ઉધઈ ખાઈ જતી,જે 4000 હજાર લોકો ના મોત નું કારણ બન્યો…

Posted by

ગેરકાયદેસર ડ્રગ્સનો ધંધો એટલો જુનો અને મોટો છે કે તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. એવા ઘણા ડ્રગ્સ માફિયાઓ છે કે જેમના પર સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ધંધો ચલાવવાનો આરોપ છે. પરંતુ વિશ્વના પ્રખ્યાત ડ્રગ્સ માફિયાની કહાની એવી છે કે જેણે પોતાના ધંધાને આડે આવતા હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.

ડ્રગ્સ માફિયા પાબ્લો એમિલિઓ એસ્કોબર ગૈવિરિયાનું નામ આજે પણ ડ્રગ્સની દુનિયામાં લેવામાં આવે છે. પાબ્લો એસ્કોબારને ડ્રગ્સનો રાજા કહેવામાં આવતો. તે આખા વિશ્વમાં ઓળખાતો હતો. યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના એજન્ટ સ્ટીવ મર્ફીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પાબ્લો પાસે પૈસાનો વિશાળ સ્ટોર છે. એટસા પૈસા કે ઉધઈ ખાય જાય. એટલું જ નહીં દુશ્મનોએ પાબ્લોને મારવા માટે 16 અબજ રૂપિયા ખર્ચ કર્યા હતા.

 

ઉંદર ખાઈ જતા હતા નોટ્સ. પાબ્લોના ભાઈ રોબર્ટો અનુસાર જે વખતે પાબ્લોનો વાર્ષિક નફો 1.26 લાખ કરોડ રૂપિયા હતો.એ વખતે તેના ગોડાઉનમાં રાખવામાં આવેલી નોટ્સના 10 ટકા તો ઉંદર કાતરી જતા હતાં. અથવા તો પાણી અન્ય કોઈ કારણે ખરાબ થઈ જતી હતી.

 

દર મહિને નોટના બંડલ બાંધવા માટે અંદાજે 1.50 લાખ રૂપિયા તો માત્ર રબર બેન્ડ પર તે ખર્ચતો હતો. 1986માં તેણે કોલંબિયાના રાજકારણમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. અને દેશના 10 બિલિયન ડોલર (5.4 ખર્વ રૂપિયા) ના રાષ્ટ્રીય દેવાને ચૂકવી દેવાની રજુઆત પણ કરી હતી.

 

વિશ્વને હચમચાવી દેનારા કોલંબિયન ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારનો પહેલી ડિસેમ્બર 1949ના રોજ જન્મ થયો હતો.તેના સમયમાં તે વિશ્વના 10 સૌથી ધનવાન લોકો માંના એક હોવાનું માનવામાં આવતું હતું.2 ડિસેમ્બર 1993ના રોજ કોલંબિયા પોલીસે પાબ્લો એસ્કોબારની હત્યા કરી હતી. પરંતુ તેમના મૃત્યુ પહેલાં, તેમણે પોલીસ અને સૈનિકોને ભારે પ્રભાવિત કર્યા. પાબ્લોએ કોલમ્બિયામાં ભયાનક ગભરાટ ઉભો કર્યો હતો. કાર ઉડાડવી અથવા મોટા નેતાની હત્યા કરવી તે તેના માટે એક નાનકડી બાબત હતી. તેનું સ્વપ્ન હતું કે તે કોલમ્બિયાના રાષ્ટ્રપતિ બનવું.

 

તેનું જીવન એટલું નાટકીય હતું કે, તેના પર અનેક ફિલ્મો અને ટીવી શ્રેણી બનાવવામાં આવી છે, જે ઉત્તર કોરિયા સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. અખબારો તેને ‘કોકેઇનના રાજા’ તરીકે ઓળખાવતા હતા.કારણ કે, અમેરિકા મોકલવામાં આવતો કોકેઇનનો 80% જેટલો સપ્લાય તેની ‘મેડેલિન ડ્રગ કાર્ટેલ એક પ્રકારની તસ્કરી અને દાણચોરી દ્વારા પૂરો પાડવામાં આવતો હોવાનો તેની પર આરોપ હતો.

 

સમૃદ્ધ ડ્રગ માફિયાએ કોલંબિયામાં વૈભવી ગઢ બનાવ્યો હતો, જે વીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો.આ ગઢમાં જુદાજુદા ખંડોમાંથી વિવિધ પ્રકારનાં પ્રાણીઓ એન્ટીલોપ, હાથી, વિદેશી પક્ષીઓ, જિરાફ, હિપોપૉટેમસ અને શાહમૃગને સમાવતું પ્રાણીસંગ્રહાલય હતું.આ મહેલનું એક ખાનગી એરપોર્ટ પણ હતું અને તેની પાસે જૂની અને વૈભવી કાર-બાઇકોનો વિશાળ સંગ્રહ હતો. તેમની સંપત્તિમાં છૂપી રોકડ અને જ્વેલરી પણ હતી.

 

સૌથી વધુ ચર્ચા.તેમના ‘કાર્ટલ’માં માત્ર ડ્રગ્ઝની હેરાફેરી જ નહીં, પણ 1980 અને 1990 ના દાયકાના પ્રારંભમાં કોલંબિયામાં આતંક પેદા કર્યો હતો.જેમાં લાંચ, અપહરણ અથવા તેના માર્ગમાં અવરોધ ઊભો કરતા તમામ લોકોની હત્યા કરીને કોલંબિયામાં આંતક મચાવ્યો હતો.બીબીસી મુંડોના અનુસાર, તેને 4,000 મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવે છે, પણ અન્ય કહે છે કે વાસ્તવિક આંકડો 5,000 જેટલો છે.પાબ્લો અને કોલંબિયામાંના અન્ય ડ્રગ કાર્ટલ્સના માફિયા યુ.એસ ડ્રગ માર્કેટમાં સર્વોપરિતા માટે લડતા હતા, જેને લીધે નેવુંના દાયકાના પ્રારંભમાં ‘ગેંગ વૉર’ ફાટી નીકળી હતી.

 

અને આજે પણ એની ત્યાં એટલી જ છાપ છે.2013 માં બીબીસી મુંડોના રિપોર્ટ પ્રમાણે પાબ્લોની કોલંબિયામાં હજી પણ અલગ જ છાપ છે.તેમના સ્ટીકરો આજે પણ ‘હોટ કેક’ની જેમ વેચાય છે.અને ત્યાર બાદ 2 ડિસેમ્બર 1993ના રોજ કોલંબિયા પોલીસે પાબ્લો એસ્કોબારની હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *