લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ ગામમાં ઝાડ નીચે સાક્ષાત પ્રગટ થયા માં મોગલ, આ ચમત્કાર જોઈ ત્યાં ઉભેલા લોકોના ઉડી ગયા હોશ…

Posted by

દેશભરમાં ઘણી મોટી સંખ્યામાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ બધા મંદિરો પાછળ કંઈકને કઈ રહસ્યો રહેલા જ છે,આપણા દેશમાં હજારો દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, દૂર-દૂરથી ભક્તો દરેક મંદિરમાં દર્શન કરવા આવે છે, અને દર્શન કરીને ભગવાન તેમના જીવનની તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર કરે છે, દરેક મંદિરમાં ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે.

આથી દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓ દૂર કરતા હોય છે. મોગલ માં હિન્દૂ ધર્મના એક દેવી છે, મોગલ માંનું ચારણ અને આહીર સમાજમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. માં મોગલનું સૌરાષ્ટ જિલ્લામાં વધુ મહત્વ રહેલું છે.

આ મોગલ માં ના મંદિરનો ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો માનવામાં આવે છે.આજે આપણે માં મોગલ ના એક મંદિર વિશે વાત કરીશું જ્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. આ મંદિર રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામમાં માં મોગલે સાક્ષાત પરચો આપ્યો છે. જેનું નામ છે, માં આંબાવાળી મોગલ. અહી આંબાનું ઝાડ પણ છે.તમે સાગરદાન ગઢવી નામના કલાકારનું જેદી મોઢા ફેરવે માનવી માં મોગલનું આ ગીત સાંભળ્યું જ હશે.

આ ગીત દ્વારા ફેમસ થયેલા સાગરદાન ગઢવી કલાકારને માં મોગલે કંકુનો થાપો માર્યો હતો. હાથમાંથી જાતે જ કંકુ નીકળવા લાગ્યું હતું. આ સિવાય વધુ એક પરચો માં મોગલે આપ્યો હતો. માં મોગલની મૂર્તિ ભારે વજન વળી હોવાને કારણે લોકો તેને ઉપાડી શકતા નહોતા.

પરંતુ વર્ષાબેન નામના નાની વયના આહીર યુવતીએ માત્ર જાય માં મોગલ બોલી મૂર્તિ ઉચકી તો સહેલાઇથી ઊંચકાઈ ગઈ હતી. અહીં, ખાખીજાળીયા ગામમાં માં મોગલનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તેમજ વર્ષા બહેનની અંદર માં મોગલ હાજરા હજૂર છે. તેઓ જે કહે તે પ્રમાણે દરેક વસ્તુ થાય છે.

આવુજ એક બીજા મંદિર વિશે વાત કરીએ તો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામમા મોગલ હાજરાહજૂર બિરાજમાન છે. ભારતના માત્ર એવા બે જ ગામમાં છે જેમાં કોઈ પણ ઘરે ક્યારેય પણ તાળા મારવામાં આવતા નથી. એક મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવ અને બીજું ગુજરાતનું ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામ. અહિંયા માતા મોગલ સાક્ષાત બિરાજમાન છે.ભાગેડુમાં માતા મોગલના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરે છે. તે લોકોની કામના ચોક્કસથી મા મોગલ પૂર્ણ કરે છે. જેથી અહિંયા દુર દુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે.

આ સાથે જ પોતાની મનોકામના પૂર્ણ થતાં જ તેઓ પોતાના સંતાનો ફોટો માતાને અર્પણ કરે છે.આ મંદિરમાં દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં વિદેશમાં વસતા લોકો પણ માતાના આર્શિવાદ લેવા માટે આવે છે. અહિયા મોગલ માતા એટલે બધાની માતા. જે કોઈ એક સમાજની નહીં પરંતુ દરેક સમાજની માં છે. મોગલ માતા ને અઢારે વરણની આઈ કહેવામાં આવે છે.

મોગલમાંના પિતા નું નામ દેવસુર ચાંદલોડિયા અને માતા રાણબાય. મોગલમા નું જન્મ સ્થળ ભીમરાણા ગામ છે.માતાજીનું મંદિર ભગુડામાં આવ્યું છે. ભગુડાને મોગલ ધામ તરીકે પણ ઓળખાય છે.માં મોગલને લાપસી બહુ પ્રિય હતી એટલે મોગલમાંને લાપસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. માં મોગલ બધાના દુઃખ દૂર કરીને બધા ભક્તોની મનોકામના પુરી કરે છે. ઘણા લોકો પુત્ર પ્રાપ્તિ માટે પણ આ મંદિરમાં માનતા રાખતા હોય છે.

જ્યારે તેની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ મંદિરમાં પોતાના પુત્રનો ફોટો માં મોગલને ચડાવતા હોય છે. તમને જણાવી દયે કે આ ગામમાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી તેની પાછળ એવી કથા છે કે ગામમાંથી ટાંકણી જેટલું પણ કોઈ પણ વસ્તુ લઈ જવામાં આવે તો તે ગામની બહાર જઈ શકતું નથી. જો કોઈ ચોરી કરવાનો પ્રયાસ કરે તો તે વસ્તુ લઈને ગામની બહાર જઈ શકતો નથી. કારણ કે અહિંયા મા મોગલ સાક્ષાત વિરાજમાન રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *