લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

અસામ માં ધાણા ની ખેતીથી એથેલેટિક્સ ટ્રેક સુધી ભારત ની ‘સવર્ણ પરી’ નો સફર

Posted by

અસામ માં એક નાના ગામ માં આવનારી એક 18 વર્ષીય ખિલાડી એ ધૂમ મચાવી નાખી છે. એને વિશ્વ એથેલેટિક્સ ચેમ્પિયનશિપ માં સ્વર્ણ પદ જીતીને હલચલ મચાવી દીધી છે.

એના પછી એમને એશિયા ઇ રમતો માં બે સ્વર્ણ સહિત એક રજત પદ હાસિલ કરેલો છે. કોઈ વાર ધાણા ની ખેતીમાં કામ કરી ને પોતાનું જીવન યાચન કરનાર અને અને હવે દેશ ના યુવા ખિલાડીઓનું આદર્શ બનેલ ખેલાડી નું નામ છે હીમાં દાસ.

કોઈ વાર ફૂટબોલ ખેલાડી બનવા ઈચ્છતિ હતી

હિમાનું આ સફળતા પાછળ એની લગન, કડી મહેનત અને હિમ્મત નો હાથ છે. અસમ ના નગમ જિલ્લા નાં એક નાના ગામ ધીંગ માં એમનો જન્મ થયો હતો.

ધીંગ ભારતના એ ગામો માં શામિલ છે, જ્યાં આજે પણ મોબાઈલ સંચાર ઠીક નથી ચાલતું એ પોતાના 5 ભાઈઓમાં સૌથી નાની છે. એના પિતા ધાણા ની ખેતી કરનાર કિસાન છે.

તેઓ નાનપણથી જ રમતો ના શોખીન છે પણ ના તો એમના પરિવાર માં કોઈ સંદસ્ય એ એથેલેટિક્સ વિશે વિચાર્યું નથી. એના પિતા ની હેસિયત પણ એટલી સારી નથી કે એ એને રમતો માં કરિયર બનાવવા પ્રોત્સાહિત કરે એ ફૂટબોલ જરૂર રમતી હતી પણ, એ પણ પોતાના ગામ ની સ્કૂલ માં વગર ઘાસ ના મેદાન માં, છોકરો હોય કે છોકરી એ બધા સાથે રમતી હતી.

થોડી મોટી થઈ તો એને સ્થાનીય ક્લબો માટે પણ ફૂટબોલ રમી હતી અને ક્લબો માં રમતા રમતા પહેલી વાર દેશ માટે રમવાનું સપનું જોયુ. કોચ ની જિદ્દ અને મહેનતે હિમા ને ટ્રેક પર પોહોચાડી.

હીમાં ના કોચ નિપોન એ પહેલી વાર ફૂટબોલ મેદાન પર છોકરાઓ ના છક્કા છોડવતા જોય હતી. એના પછી એ હેમાની પરિવાર ને મળ્યા અને એમની છોકરી ને એથેલેટિક્સ માં મોકલવાનું કહ્યું.

હીમાં નો પરિવાર એની કોચિંગ નો ખર્ચ ઉઠવવા સક્ષમ ન હતા,તો કરિયર ના શરૂઆત માં એના કોચ નીપોન મેં એમની ખૂબ મદદ કરી હતી. એથેલેટિક્સ માં આવ્યા પછી હીમાં દાસ ને પહેલા પરિવાર છોડીને 140 કિમિ દૂર આવી ને રહેવું પડયું.

શરૂઆત એના પરિવાર વાળા રાજી ન હતા,પણ કોચ નિપોન ને જિદ્દ કરીને એના પરિવાર ને મનાવ્યાં ઘરવાળા ની રજા મળતા જ એના કોચ નિપોન દાસ સારી ટ્રેનિંગ માટે એને ગુહાવટી લઈ આવ્યા.

એના પિતા તો એ વાત થી સંતુષ્ટ હતા કે ટ્રેનિંગ ના બહાને છોકરી ને ત્રણ વખત નું જમવાનું મળશે. હીમાં ના કોચ નિપોન દાસ ને પૂરો વિશ્વાસ હતો કે એમની શિષ્ય ટોપ થ્રી માં તો જરૂર જશે.હવે 400 મીટર ની રેસ માં એમની પોતાની શક્તિ નો લ્હાવો આખી દુનિયામાં જાહેર કર્યો.

હીમાં એ ફિનલેન્ડ માં રચ્યો ઇતિહાસ

અસામ ની 18 વર્ષીય એથલીટ હીમાં દાસે એ ફિનલેન્ડના ટેમ્પિયર શહેર માં ભારત માટે ઇતિહાસ રચ્યો. હેમાએ IAAF વિશ્વ અંડર 20 એથેલેટિક્સ ચેમ્પિયનશિપ ની 400 મીટર સ્પિટ સ્પર્ધા માં સુવર્ણ પદ જીત્યો હતો.

હેમા દાસ સવર્ણ પદક લેવા માટે જ્યારે પોડિયમ ઉપર ચડી અને ભારત નું રાષ્ટ્ર ગીત વાગવા લાગ્યું તો એની આંખોમાંથી આસું નીકળી પડ્યા.

વિશ્વ એથેલેટિક્સ ચેમ્પિયનશિપ માં સવર્ણ પદ જીત્યા પછી ભારત ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પાર્ટી ના મુખ્ય અધક્ષ રાહુલ ગાંધી થી લઇને ફિલ્મી જગત ના મોટા મોટા સિતારા સુધી એમની ઉપલબ્ધિ પર એને સલામ કરી છે.

આ સ્વર્ણ પદ એટલા માટે ખાસ છે કારણ કે ભારત ના એથેલેટિક્સ ના ઇતિહાસ માં પહેલી વાર આવું બન્યું છે, જ્યારે કોઈ ખેલાડી એ IAAF ની ટ્રેક સ્પર્ધા માં ગોલ્ડ મેડલ જીત્યો હોય એના પહેલા ભારત નો કોઈ પણ સ્પિટર જુનિયર અથવા સિનિયર કોઇ પણ સ્તરે વિશ્વ ચેમ્પિયનશિપ માં સવર્ણ પદક જીતી શક્યું હોય.

એશિયાઈ રમતો માં પણ શાનદાર પ્રદર્શન.

હીમાં દાસ નો ગોલ્ડ કોસ્ટ માં પદર્શન વધારે ખાસ નથી રહ્યું પણ એને એની મહેનત અને કોઈ દિવસ ન હરવાની જીદ સાથે ઇતિહાસ માં એનું નામ શામિલ કર્યું. એના પછી હીમાં ના એશિયાઈ રમતોમાં શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું.એમને વ્યક્તિગત સમય પર એક સિલ્વર તો ટિમ ઇવેન્ટ માં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું.

હીમાં દાસ ગોલ્ડ મેડલ જીત્યા પછી ઇન્ડિયન એથેલેટિક્સ ની સાથે એલિટ ક્લબ માં શામિલ થઈ છે સીમા પુનિયા, નવજીત કોર ઢીલ્લો, અને નિરાજ ચોપડા ની જેમ એક વ્યક્તિ બની છે, જેની એની કમિયાબી એ રાતો રાત લોકપ્રિય શિખર પર પહોંચાડી છે.

એવોર્ડ નો વરસાદ.

રમતો માં શાનદાર પ્રદશન પછી એને 2018 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરી હતી, એની સાથે મલ્ટીનેશનલ સ્પોર્ટ કંપની એડીદાસ ને એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તો સંયુક્ત રાષ્ટ્ર ના સંગઠન યુનીસેફ એ પણ એને ભારત માં પોતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *