સામાન્ય રીતે રાતનો સમય સુવા માટે હોય છે. હા, ઊંઘ દરમિયાન વ્યક્તિ દિવસભરનો થાક ઉતારી શકે છે. જેના લીધે તે બીજા દિવસે તાજગી અનુભવે છે. જોકે જ્યોતિષ શાસ્ત્ર માં કેટલાક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે રાતે સ્ત્રીઓ અને પુરુષોએ કેટલીક ભૂલો ના કરવી જોઈએ. જો તેઓ આ ભૂલો કરે છે તો તેમને ઘણું સહન કરવું પડી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે તે કંઈ કંઇ ભૂલો છે, જેને રાતે કરવી જોઈએ નહીં.
1. જ્યોતિષ મુજબ તમારે રાતે સૂતી વખતે અત્તર લગાવીને સૂવું જોઈએ નહીં. ઘણી વખત લોકો બહારથી આવે છે અને તેઓ સીધા સૂઈ જતા હોય છે. આવામાં જો તમે પણ અત્તર લગાવો છો તો તમને જણાવી દઈએ કે અત્તર ભૂતિયા શક્તિને આકર્ષિત કરે છે. જેના લીધે તમને ખરાબ સપના આવે છે.
2. તમારે સૂતી વખતે ઇલેક્ટ્રોનિક સામાન પણ જોડે રાખવો જોઈએ નહીં. હા, ઘણી વખત લોકો પોતાનો મોબાઈલ અને ઘડિયાળ પોતાની પાસે રાખીને સુવે છે. જોકે તમને જણાવી દઈએ કે આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. કારણ કે તેનાથી તમારા શરીરમાં તણાવ આવે છે અને તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી.
3. સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધીને રાખવા જોઈએ. કારણ કે જો તમે ખુલ્લા વાળ રાખો છો તો તમારી તરફ ખરાબ શક્તિઓ આકર્ષિત થાય છે. જે તમારી ઊંઘમાં ખલેલ કરી શકે છે.
4. સૂતા પહેલાં પતિ પત્નીએ ઝઘડો કરવો જોઈએ નહીં. કારણ કે જો તમે ઝઘડો કરશો તો તમારી વચ્ચે કંકસનું પ્રમાણ વધશે અને તમે તેના વિચારોમાં ઊંઘ પૂરી કરી શકશો નહીં. આ સાથે તેના કેટલાક નકારત્મક પરિણામ પણ જોવા મળે છે.
5. રાતે તમારે ક્યારેય કોઈ સ્મશાન ઘાટ કે કબ્રસ્તાનમાં જવું જોઈએ નહીં. કારણ કે અહીંયા મૃત આત્માઓ રાતે ભ્રમણ કરે છે. તેમનો જાગવાનો સમય રાતે હોય છે. તેથી તમારે આ જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.
6. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મહિલા અને પુરુષ બંને એ રાતે 12 વાગ્યા પછી જ શારીરિક સંબંધ બાંધવો જોઇએ. કારણ કે રાતે 12 વાગ્યા પછી બ્રહ્મ મુહર્ત ની શરૂઆત થાય છે. જેના લીધે તમે નવા દિવસની શરૂઆતમાં આવી જાવ છો. આ દરમિયાન વ્યક્તિના માનસિક અને શારીરિક સ્તર ઊંચા હોય છે.