લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

મારી ઉંમર 28 વર્ષ ની છે,મારુ લિં-ગ નાનું છે જેથી હું મારી પત્ની ને ખુશ નથી કરી શકતો શુ કરું?.

Posted by

સવાલ.હું 22 વર્ષની પરિણીતા છું મારા લગ્નને ત્રણ મહિના જ થયા છે મારા પતિ 30 વર્ષના સામાન્ય વ્યક્તિ છે જ્યારે મારા બનેવી આકર્ષક વ્યક્તિત્ત્વ ધરાવે છે તથા મારા પતિથી નાની વયના છે મને મારા પતિ સહેજ પણ ગમતા નથી શું મને બીજો સારો પતિ મળી શકે?એક પત્ની (આણંદ)

જવાબ.તમારા પતિની બીજા માણસો સાથે સરખામણી કરીને તમે લઘુતાગ્રંથિનો ભોગ બની ગયાં છો હવે તમારે એમની સાથે જ જીવન ગુજારવાનું છે તે યાદ રાખો વળી પતિ એ કંઈ બજારમાં મળતી વસ્તુ નથી કે એક પસંદ ન પડે તો બીજો ખરીદી આવો જ્યારે તમે પ્રથમ વાર જ તમારો મનગમતો સાથી શોેધી ન શક્યા તો બીજી વાર શોધી શકશો એવું વિચારવું તે પણ નરી મૂર્ખતા જ છે.

સવાલ.હું 24 વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી છતાં એ માનતો નથી હું મારા પતિ સાથે ખૂબ સુખી છું મને સમજાતું નથી કે હું શું કરું.એક યુવતી (મુંબઈ)

જવાબ.લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

સવાલ.હુું 23 વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો એ એન્જિનિયર છે પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે અમે એકબીજાને પસંદ કરીએ છીએ.હું શું કરું?એક યુવતી (વલસાડ)

જવાબ.દરેક માતા-પિતા પોેતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

સવાલ.હું 28 વર્ષનો છું એક વર્ષની ઉંમરે કોઈ સમસ્યાને કારણે ડૉક્ટરે મારા અંગનું ઓપરેશન કર્યું હતું તેથી તે નાનું રહે છે જેના કારણે પત્ની ખુશ નથી હું શું કરું?એક યુવક(તારાપુર)

જવાબ.સામાન્ય રીતે અંગના કદથી પથારીના આનંદમાં કોઈ ફરક પડતો નથી તમારા અંગનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાથી બીજી કોઈ સમસ્યા હોઈ શકે છે તમારે આ વિશે નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

સવાલ.હું 2 વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું અમે કેટલીય વાર શારી-રિક સંબંધ પણ બાંધ્યા છે હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે હવે હું શું કરું વિચારી વિચારીને થાકી ગઈ છું ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી.શું લગ્ન માટે ના પાડી દઉં?એક યુવતી (મુંબઈ)

જવાબ.લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો તેથી તમારી ચિંતા પણ વાજબી છે પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી તેથી લગ્ન કરી લો પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.

સવાલ.હું 28 વર્ષની યુવતી છું ઘરમાં મારા સંબંધની વાત ચાલી રહી છે મેં મારી મમ્મીને મારી પસંદના છોકરા વિશે જણાવ્યું જેને હું છેલ્લાં ૪ વર્ષથી પ્રેમ કરું છું તે સાંભળતાં જ મમ્મી ગુસ્સે થઈ ગઈ જન્મકુંડળી જાતિ-સમાજ વગેરેની દુહાઈ આપીને મને હેરાન કરવા લાગી.

તેણે મને ધમકાવી છે કે આ વાત પપ્પાના કાન સુધી ન પહોંચવી જોઈએ હું મમ્મીને ખૂબ પ્રેમ કરું છું તે પણ મને ખૂબ પ્રેમ કરે છે પણ તેનું રૌદ્ર રૂપ જોઈને હું ડરી ગઈ છું ઘરમાં બીજું કોઈ નથી એવું જે મારી મદદ કરે બોલો હું શું કરું?એક યુવતી (સુરત)

જવાબ.કહેવા ખાતર આજે સમાજ ખૂબ પ્રગતિશીલ છે આંતરજ્ઞાાતીય લગ્ન સામાન્ય થઈ ગયા છે હજી પણ કેટલાક પરિવારમાં જન્મકુંડળી જ્ઞાાતિ-સમાજ વગેરે અંધશ્રધ્ધાને વ્યક્તિના ગુણથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે આ પ્રકારના લોકો પોતાના જુનવાણી વિચારો પ્રત્યે હજી પણ કટ્ટર છે.

તમારો પરિવાર પણ આ જ શ્રેણીમાં આવે છે તમે તમારી મમ્મી સાથે તમારા દિલની વાત કહીને સારું કર્યું એકવાર હિંમત કરીને તેમને કહો કે તમે તે છોકરા સાથે લગ્ન કરીને સુખી રહેશો તેઓ તમારા પિતા સાથે આ બાબતે વાત કરે જો તેઓ કોઈપણ રીતે તૈયાર ન થાય અને તમે તેમની વિરુદ્ધ જવા નથી ઈચ્છતા તો તમારા પ્રેમીને ભુલાવીને મમ્મીપપ્પા દ્વારા પ્રસ્તાવિત વર સાથે લગ્ન કરવાનું વિચારી લો નકામી ચિંતા ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *