લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શરીર ના દુખાવા, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત 50થી વધુ રોગોમાં મા આપે છે એક અદ્રુત તાકાત, આ છે આયુર્વેદ નું મહાઔષધ

Posted by

અશ્વગંધા એક ચમત્કારી ગુણોવાળી ઔષધિ છે, જે શરીરને ઘણા પ્રકારના લાભ પુરા પાડે છે. તે મગજ અને મનને સ્વસ્થ રાખે છે. અશ્વગંધા એક પ્રકારની દવા છે, જે ઘણી અસાધ્ય રોગોમાં અસરકારક માનવામાં આવે છે. આર્યુવેદમાં અશ્વગંધાનું વિશેષ સ્થાન છે.

અશ્વગંધા ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. અશ્વગંધાનો ઉપયોગ સંધિવા, અસ્વસ્થતા, નિંદ્રા માટે પણ થાય છે. આ સિવાય તે ગાંઠો, ક્ષય રોગ, અસ્થમા, ત્વચા પર સફેદ ફોલ્લીઓ, માસિક સ્ત્રાવની સમસ્યાઓ અને યકૃતના રોગોમાં પણ ફાયદો કરાવે છે. તો ચાલો હવે આપણે જાણીએ અશ્વગંધાથી કયા કયા ફાયદાઓ થાય છે.

ચામાં થોડું અશ્વગંધા પાવડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે.એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાવડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે.અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસ થી છૂટકારો મળે છે.

આજકાલ કેન્સર એક સામાન્ય રોગ જેવું બની ગયું છે અને તે કોઈને પણ થઈ શકે છે. અશ્વગંધા કેન્સરની અસરો ઘટાડે છે. આ સિવાય તપાસમાં બહાર આવ્યું છે કે તેને ખાવાથી એપોપ્ટોસિસ વધે છે, જે કેન્સરના કોષોને પણ મારી નાખે છે. આ ઉપરાંત તે કેન્સરના કોષોને બનાવવા દેતું નથી. તે પ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓ બનાવે છે, જે કેન્સરના કોષોને દૂર કરે છે.

એક ગ્લાસ બકરીના દૂધમાં એટલૂં જ પાણી ઉમરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. સુવાવડ પછી ધાવણ ન આવતું હોય તો અશ્વગંધા ચૂર્ણ ઘીમાં શેકી સાકરવાળા દૂધ સાથે લેવું. સુવાવડની કમજોરી, કમરનો દુખાવો વગેરે તકલીફો પણ મટશે.

અશ્વગંધા થાઇરોઇડ રોગમાં પણ ફાયદાકારક છે. થાઇરોઇડ પણ એ એક ખતરનાક રોગ છે, જેની સારવાર કરવાની જરૂર છે. અશ્વગંધા મૂળના અર્કનો ઉપયોગ જો રોજ કરવામાં આવે તો થાઇરોઇડ હોર્મોન વધારે છે. તે સ્નાયુઓની શક્તિમાં સુધારો કરવા માટે પણ થાય છે. તે શરીરની રચના અને શક્તિમાં વધારો કરે છે. તેનો ઉપયોગ મોતિયાને રોકવામાં મદદ કરે છે.

દરરોજ અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે. ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે.

કોઢ, શરીર પર થતા સફેદ ડાઘ શરીર પર થતી ગાંઠોને દૂર કરવા માટે અશ્વગંધાના મૂળને પીસીને તેનો લેપ બનાવી તેના તેલની માલિશ કરવાથી તેમાં ફરક જોવા મળે છે. મોતિયાબિંદ, આંખો ની કમજોરી, આંખોમાં ઓછું દેખાવું વગેરે જેવી આંખો ની તેજસ્વીતા માટે અશ્વગંધા, આમળા અને જેઠીમધને પીસીને અશ્વગંધા પાવડર લેવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *