ભારત કે એક આધ્યાત્મિક દેશ છે ભારતમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય તેમ માનવામાં આવે છે આ બધા દેવી દેવતાને આજે પણ ભારતમાં આવેલા મંદિરમાં પૂજવામાં આવે છે ભારતમાં લાખોની સંખ્યામાં દેવી દેવતાના મંદિર આવેલા છે.
આ બધા મંદિર પોતાની એક અલગ ઓરખાણ ધરાવે છે મંદિર માં અવાર નવાર ચમત્કાર જોવા મળે છે આ બધા મંદિર ખુબ પ્રાચીન તેમજ ઐતિહાસિક છે ભારત માં આવેલા મંદિર મોટા રહસ્યોથી ઘેરાયેલા છે.
આ રહસ્યોનો ઉકેલ મેળવ્યા માટે ઘણા બધા લોકો પ્રયત્નો કર્યા પણ નિષફર રહ્યા છે મંદિર દર વર્ષે લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે હું તમને ખોડિયાર માં મંદિરમાં થયેલા ચમત્કાર વિષે જણાવીશ મહિસાગર જિલ્લામાં ખોડિયાર માતાનું ખૂબ જ જાણીતું મંદિર આવેલું છે.
આ મંદિરમાં એવી બે ઘટનાઓ સામે આવી છે જે આશ્ચર્ય પમાડે એવી છે મંદિરમાં પહેલા દાનપેટીમાંથી ચોરીની ઘટના બની અને પછી એકા એક મગર જોવા મળ્યો આમ ખોડિયાર માતાના વાહન એવા મગર તેમના જ મંદિરમાં દર્શન દેતા લોકો.
આ દેવીના વાહનના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા લોકોએ દેવીના વાહન મગરના દર્શન કરી તેના પર કંકુ છાંટી તેની પૂજા કરવા લાગ્યા મહીસાગરના પલ્લા ગામ માં આવેલા ખોડીયાર માતાજી ના મંદિરમાં માતાજીની મૂર્તિ સામે બેઠેલા મગરને.
માતાજીની પધરામણી સમાન ગણીને શ્રદ્ધાળુઓ એ કંકુ નો ચાંદલો કરીને પૂજા કરી શ્રદ્ધાનો જો વિષય હોય તો ત્યાં સબુત ની જરૂર રહેતી નથી આ કહેવત ને મહીસાગર જીલ્લાના પાલ્લા ગામના લોકો એ કદાચ સાચું ગણીને માં ખોડીયાર નું વાહન મગર માં ખોડીયાર ના મંદિરમાં.
પ્રવેશતા શ્રદ્ધાળુઓ મગરના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી અને માતાજીની મૂર્તિ સામે બેઠેલા મગરને ચાંદલો કરીને એની પૂજા અર્ચના કરી મંદિરમાં મગરના પ્રવેશની સમગ્ર ઘટના એવી છે કે મહીસાગર જીલ્લામાં આવેલા.
ખોડીયાર માં ના મંદિરમાં અચાનક જ પ્રવેશ કરેલા મગરની બધા રસ્તા માં વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ની ખુબ જ વધારે પ્રમાણમાં ભીડ થઇ ગઈ હતી મંદિરમાં ચોરી થઇ ત્યાર બાદ માતાજીનું વાહન મગર ત્યાં જોવા મળ્યું હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે.
કે સ્વયં ખોડિયાર માતાજીએ પોતે જ આ મગર મોકલ્યો છે અને તેથી જ લોકોએ તેના પરં કંકુ નાંખ્યું અને તેની પૂજા કરવા લાગ્યા જોકે ઘટનાની જાણ થતાં વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી કરવામાં આવી મંદિરની નજીકમાં તળાવ હોવાથી મગર ત્યાથી આવ્યું હશે.
એવી આશંકા સેવાઇ રહી છે જોકે વન વિભાગના અધિકારીઓ એ તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ બાબતે અધિકારીના જણાવ્યા અનુસાર ખોડીયાર માતાજી પટેલ સમુદાય ની કુળદેવી છે અને તેને ધાર્મિક સાહિત્યોમાં મગરની સવારી કરતા જણાવે છે.
તેના લીધે મંદિરમાં મગર આવતા શુભ માનવામાં આવે છે જેના કારણે ગામ ના લોકો એ મગરની પૂજા કરી જેના કારણે વન વિભાગ ના રેસ્ક્યુ અભિયાનમાં લગભગ બે કલાક નો સમય લાગ્યો આ બાબતે લુણાવાડા વન વિભાગ ના અધિકારી આર.વી પટેલ એ કહ્યું.
કે લુણાવાડા પાલ્લા ગામ માં જમા થયેલ લોકો મંદિરમાં માતા ખોડીયાર ની મૂર્તિની પાસે બેઠેલા મગર ની પૂજા કરવા લાગ્યા અને આરતી કરવા લાગ્યા મહીસાગર ના ઉપવન સરંક્ષક આર.એમ પરમાર એ કહ્યું હતું કે મંદિરમાં જમા થયેલા.
લોકોના કારણે રેસ્ક્યુ અભિયાનમાં લગભગ બે કલાક વિલંબ થયો હતો તેને કહ્યું કે આ વિસ્તારના તળાવો માં મોટી સંખ્યામાં મગર છે ઘણીવાર ખાવાની શોધ માં તે ચાર-પાંચ કિલોમીટર દુર નીકળી જાય છે અધિકારી ના જણાવ્યા પ્રમાણે આ મગર લગભગ ચાર વર્ષનો છે.
અને સંભવત આરામ કરવા માટે મંદિરમાં આવી ગયો હતો અને દર વર્ષે લગભગ ૩૦ થી ૩૫ મગરો ની તપાસ કરીએ છીએ આમ માતા ખોડીયાર ના મંદિરમાં પ્રવેશ કરેલા મગર એ શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં વધુ મજબુત કરી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મગર ખોડિયાર માતાના વાહન તરીકે પૂજાય છે તેથી જ સામાન્ય લોકોએ મગરનો રેસ્ક્યુ કરવાની ના પાડી પણ બે કલાકની સમજાવટ પછી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને મળતી માહિતી પ્રમાણે મગરની ઉંમર 4 વર્ષ જેટલી હતી અને રેસ્ક્યૂ બાગ મગરને નદીમાં છોડી દેવામાં આવ્યો.