રક્તદાનને આપણે મહાન દાન કહીએ છીએ. 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ કે જેનું વજન 45 કિલો કે તેથી વધુ હોય તે રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવાથી માત્ર બીજાને જ ફાયદો નથી થતો, પરંતુ પોતાના માટે રક્તદાન કરવાના ફાયદા પણ થાય છે. જો તમે નિયમિત રક્તદાન કરો છો, તો તમે હૃદયને લગતી ઘણી સમસ્યાઓથી બચી શકો છો.
પરંતુ તેમ છતાં આજે લોકો રક્તદાન કરતા ખચકાય છે. રક્તદાન માત્ર હૃદયની તંદુરસ્તી સુધારે છે એટલું જ નહીં, વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. આ સાથે જ સ્વાસ્થ્યને ઘણા મોટા ફાયદા પણ થાય છે.
રક્તદાન કરવું એ હૃદય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રકતદાનથી સ્ટ્રોક જેવા હૃદયરોગનું જોખમ ઘટાડી શકાય છે. એવું માનવામાં આવે છે કે લોહીમાં આયર્નનું પ્રમાણ વધવાથી હૃદયનું જોખમ વધી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે રક્તદાન કરે છે, તો તે વધેલા આયર્નને ઘટાડી શકે છે. જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.
રક્તદાન કર્યા બાદ શરીર રક્તને પૂર્ણ કરવાના કામમાં લાગી જાય છે. આને કારણે શરીરના કોષો વધુ લાલ રક્તકણો ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
બ્લડ ડોનેટ કરવાથી વજન ઘટે છે. સાથે જ તેનાથી કેલરીનું પ્રમાણ પણ ઘટે છે. સાથે જ આગામી કેટલાક મહિનાઓમાં લાલ રક્તકણોનું સ્તર પણ સરખું થઈ જાય છે. આ દરમિયાન સારા આહાર અને નિયમિત કસરતથી વજનને નિયંત્રિત કરી શકાય છે.