શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી ફસાવ્યો હતો. એટલું જ નહીં, યુવતીએ પોતાના પતિ સહિત ચાર લોકોની મદદથી બિઝનેસમેનને છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા.
તેમજ વધુ 2 લાખ રૂપિયાનો સોદો કર્યો હતો.જોકે, બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે આજે પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી.
હનીટ્રેપનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથે રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભોગ બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા.
જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી. દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા.
દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા.
તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી. આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.
મિત્રો બીજો જ એક એવો કિસ્સો છે જેના વિશે જણાવા જઈ રહ્યા છીએ. આ ઘટના સુરત શહેરના ચોક બજારમાં રહેતા પરણીત યુવકને ફેસબૂક પર યુવતી સાથે મિત્રતા બાંધવી ભારે પડી છે.
યુવતી સાથે મિત્રતા આગળ વધતા યુવકે તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવતીએ પોત પ્રકાશ્યું હતું અને યુવક પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ પૈસા ન આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મળતી માહિત પ્રમાણે કાપડના વેપારીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં યુવતી અને ગેંગ સામે હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે. ખંડણી માંગતી યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી શ્રીમંત લોકોને શોધી પોતે ડિવોર્સી હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતી હતી.સૂત્રો અનુસાર આવી જ રીતે તેમણે કાપડના વેપારીને ફસાવ્યો હતો. પરણિત યુવક સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી યુવતીએ યુવક સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.
શારીરિક સંબંધ બાંધતા યુવતીએ બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. બળાત્કાર ફરિયાદ કરવાના નામે યુવતીએ 10 લાખની ખંડણી માંગી હતી. યુવતી અગાઉ બે લોકોને ફસાવી 36 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.