વડોદરા શહેરમાં લગ્નની પહેલી રાતે પતિ નપુંસક હોવાની પત્નીને ખબર પડતા તેની આભ ફાટી પડ્યું હતું અને દીકરો નપુંસક હોવાનું છુપાવી લગ્ન કરાવીને વહુને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવાનો બનાવ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પીડિતાની ફરીયાદના આધારે પોલીસે સાસરીયાના 4 સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિ નપુંસક હોવાની વાત કરતા સાસુને ઝઘડો કર્યો.
મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતી 38 વર્ષીય જયાબેન પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ-2019માં તેઓના લગ્ન જયેન્દ્ર ઘનશ્યામભાઇ પટેલ સાથે થયા હતા. લગ્નની પહેલી રાતે પતિએ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ, સંબંધ બાંધી શક્યા ન હતા. સતત 7 દિવસ સુધી શારીરિક સંબંધ બાંધવામાં પતિ નિષ્ફળ રહ્યા હતા.
પતિમાં નપુંસકતા હોવાની જાણ થતાં જયાબેન ભાંગી પડ્યા હતા અને આ અંગે તેઓની સાસુને જાણ કરતાં સાસુએ ઝઘડો કર્યો હતો. જયાબેન પતિને લઇને ઘણી હોસ્પિટલ ફર્યાં હતા અને હોસ્પિટલોમાં તપાસ કરાવી દવાઓ આરોગ્યા બાદ પણ કોઇ ફરક પડ્યો ન હતો.જો તમારે શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ પતિ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો. પતિ શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ જતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા.
જેના કારણે ગર્ભાશયમાં ફંગસ થઇ જતા રક્તસ્ત્રાવ વહેતો હતો. આ અંગેની જાણ સાસુ-સસરાને કરતા તેઓએ દીકરાને સમજાના બદલે કરિયાવરમાં કંઇ લાવી નથી, તેવા મેણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલીને 5 હજાર રૂપિયાની માંગ કરીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી મહિલાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પતિ જયેન્દ્ર, સસરા ઘનશ્યામભાઇ સાસુ ઉર્મિલાબેન અને કનુભાઇ વિરૂદ્ધ મારામારી અને દહેજપ્રથાની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રો બીજી એક એવી ઘટના છે જેના વિશે તમને જણાવા જઈ રહ્યા છે. મારા લગ્નને સાત વર્ષ થઈ ચૂક્યા છે. હજુ સુધી અમારે કોઈ સંતાન નથી, અને થાય તેવી શક્યતા પણ નથી. મેરેજના બે વર્ષ બાદ પ્રેગનેન્સી ન રહેતા હું અને મારા પતિ ડૉક્ટર પાસે ગયા હતા. મારા તો બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા હતા, પરંતુ મારા પતિના સ્પર્મ કાઉન્ટ ઝીરો હતા. મતલબ કે, મારા પતિ મને બાળક આપી શકે તેમ નહોતા.
તેમણે અલગ-અલગ લેબમાં પોતાનો રિપોર્ટ કરાવ્યો, પરંતુ બધે પરિણામ સરખું જ આવ્યું પોતે નપુંસક છે તેવું પતિ માનવા તૈયાર નહોતા. તેમણે ઘણા ડૉક્ટરો બદલ્યા.મને પણ જબરજસ્તી દવાઓ અપાવી. પરંતુ કોઈ ફરક ન પડ્યો. લગ્નને ખાસ્સો સમય થઈ જવા છતાં બાળક ન રહેતા હવે અમારા ઘરની વાતો પણ થવા લાગી હતી.
જોકે, મારા સાસુ-સસરા બધાને એમ કહેતા કે વહુમાં ખામી હોવાના કારણે બાળક નથી થઈ રહ્યું, અને તેની દવા ચાલી રહી છે.મારા પતિની નપુંસકતાને દૂર કરવાનું કામ દવાઓથી કામ ન થયું તો મારા સાસુ-સસરાએ ભૂવાઓ પાસે જવાનું શરુ કર્યું.તેમણે કોણ જાણે તેમના મનમાં શું ઠસાવ્યું કે તેઓ ભૂવાઓ પાસે મને લઈ જવા લાગ્યા.
મને આ બધું પહેલાથી જ પસંદ નહોતું, પરંતુ મારા પતિ મા-બાપનું એકનું એક સંતાન હોવાથી હું સાસુ-સસરાને નિરાશ કરવા નહોતી માગતી. માટે કમને પણ તેમની સાથે ભૂવાઓ પાસે જતી હતી.જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ સંજોગો પણ બદલાવા લાગ્યા. મારા પતિ હકીકત સ્વીકારવા તૈયાર જ નહોતા.
તેઓ હવે હિંસક થવા લાગ્યા હતા. વાતવાતમાં તેમને મારા પર ગુસ્સો આવી જતો. અમે ઈન્ટરકોર્સ કરતા ત્યારે પણ તેઓ જાણે પોતાની મર્દાનગી પુરવાર કરતા હોય તેમ મારા પર જોરજબરજસ્તી કરતા લાગ્યા. ક્યારેક તો તેઓ બેડ પર જ હિંસક થઈ જતાં અને મને મારતા પણ ખરા.કોઈએ મારા સાસુ-સસરાને એમ કહ્યું કે અમે જે ઘરમાં રહીએ છીએ તેમાં વાસ્તુ દોષ હોવાના કારણે બાળકો નથી થઈ રહ્યા.
કોઈના મોઢે આવી વાત સાંભળી મારા સાસુ-સસરાએ અમારો બંગલો વેચી નાખ્યો, અને અમે ફ્લેટમાં રહેવા આવી ગયા. પતિની ટ્રીટમેન્ટ પર ખાસ્સો ખર્ચો થતો હતો, અને કેટલાક ડૉક્ટરો પણ તેમને ઉલ્લુ બનાવીને લૂંટી રહ્યા હતા.ઘરની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી હતી.
મારા સસરા ડિપ્રેશનમાં સરી પડ્યા, ત્યારબાદ તેમનું માનસિક સંતુલન પણ બગડ્યું, અને તેઓ પાગલ જેવું વર્તન કરવા લાગ્યા. તેઓ ગમે ત્યાં જતા રહેતા, ક્યારેક દીવાલ પર માથાં પછાડતાં તો ક્યારેક વગર કારણે અમારી સાથે ઝઘડી પડતાં.
આ બધામાં જ તેમનું આખરે એક દિવસ મોત થયું.બેસણામાં સમાજના લોકો આવ્યા, અને કેટલીક સ્ત્રીઓ તો મારે બાળક ન થતું હોવાના કારણે અમારા ઘરની આવી દશા થઈ છે તેવી વાતો કરવા લાગી.મને તે વખતે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મારા સાસુએ પોતે બધી હકીકત જાણતા હોવા છતાં કોઈને કંઈ ન કહ્યું, અને બધાની વાત ચૂપચાપ સાંભળે રાખી.
જાણે બધું મારામાં કોઈ ખામીને કારણે જ થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો હતો, અને મારા બચાવમાં કોઈ કંઈ કહેવા તૈયાર જ નહોતું.મારા પતિ મને માતૃત્વ આપી શકે તેમ ન હોવા છતાં હું માત્ર અમારા ઘરની લાજ સાચવવા માટે લગ્નજીવન ટકાવીને બેઠી છું.
હવે તો લોકો મારા મોઢે જ મ્હેણાં મારવા લાગ્યા છે, પરંતુ આપણો પુરુષ પ્રધાન સમાજ એ તો વિચારતો જ નથી કે બાળક ન થતાં હોય તો તેમાં પુરુષમાં પણ કોઈ કમી હોઈ શકે. જોકે, હવે મારી સહનશક્તિની મર્યાદા આવી ગઈ છે.હું રોજેરોજના ઝઘડા અને કકળાટથી કંટાળી ગઈ છું. ક્યારેક આપઘાત કરવાના પણ વિચાર આવે છે.
જેમને મેં મારી માતા સમાન માન્યા તે સાસુ ઘરમાં તો સારી રીતે વર્તે છે, પરંતુ પોતાનો દીકરો નપુંસક છે તેવું તેઓ કોઈને પણ કહેવા માટે તૈયાર નથી. શું મારે છૂટાછેડા લઈ લેવા જોઈએ. કારણ કે આમ જ ચાલતું રહ્યું તો હું એક દિવસ ચોક્કસ આપઘાત કરી લઈશ. કોઈપણ પુરુષમાં એટલી હિંમત નથી હોતી કે તે પોતાની આવી ખામીને જાહેર કરી શકે.
આપણો સમાજ પણ સ્ત્રીઓની જિંદગી માત્ર પરણવા અને બાળકો પેદા કરવા તેમજ સંસાર ચલાવવા પૂરતી જ મર્યાદિત છે તેવી માનસિકતામાંથી હજુય બહાર આવી શક્યો નથી.જો લગ્નના થોડા સમય બાદ બાળક ન થાય તો લોકો સ્ત્રીને પૂછી પૂછીને પરેશાન કરી નાખે છે, પરંતુ પુરુષને કોઈ કશુંય નથી કહેતું. બાળક ન થાય તો પણ સ્ત્રીમાં જ ખામી હશે તેવું મોટાભાગના લોકો માની લેતા હોય છે.
તમારા પતિને જે ખામી છે તેનો કોઈ ઈલાજ સંભવ નથી. જો તે પોતે આ વાત સ્વીકારી લે તો તેમાં તેમનું જ ભલું છે, નહીંતર તેઓ કોઈ ધૂતારાની વાતોમાં આવી રુપિયાનો ધૂમાડો કરતાં જ રહેશે, અને તેમની માનસિક હાલત પણ ખરાબ થઈ જશે.