આંબલી નું નામ સાંભળતા જ લોકોના મોં માં પાણી આવી જાય છે, એમાં પણ મહિલાઓને તો આંબલી ખુબ જ પસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આંબલી સ્વાદ માં ટેસ્ટી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. એમાં ઘણા પોષક તત્વો જેવાકે વિટામીન સી, ઈ, બી, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબર હોય છે.
આંબલીના બીજ કેલ્શિયમ અને મિનરલથી ભરપુર હોય છે, એટલા માટે હાડકાને મજબુત કરે છે અને સાંધાના દુખાવાથી પણ છુટકારો મળે છે. એક ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછુ થવા લાગે છે, જેનાથી હાડકા કમજોર થવા લાગે છે, પરંતુ આંબલીના બીજના સેવન થી મહિલાઓની આ સમસ્યા દુર કરી શકાય છે.
આંબલીના બીજ માં ઇન્સુલીનનું ઉત્પાદન વધારવા ની ક્ષમતા હોય છે. શુગર વાળા વ્યક્તિ માટે આંબલીના બીજ ખુબ જ વધારે ફાયદાકારક છે. આંબલીના બીજ લોહી માં રહેલા વસા ના કણો ને લોહી થી અલગ કરવાનું કાર્ય કરે છે. અને વસા ના સ્તર ને કંટ્રોલ માં રાખે છે. આ રીતે ડાયાબિટીસથી છુટકારો મળે છે.
બેક્ટેરિયાના કારણે અનેક રોગોનું જોખમ વધે છે. તેનાથી બચવા માટે આમલીના બીજ ફાયદાકારક છે. જી, હા, આમલી નાં બીજમાં ટેનીન નામનું તત્વ હોય છે. આ તત્વ બેક્ટેરિયાને વધતા અટકાવે છે. શરીરને સુંદર અને સુડોળ બનાવવા દરરોજ આમલીના બીજનું સેવન કરવું જોઈએ. તેની અસર થોડા જ દિવસોમાં દેખાશે.
અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્સ કરવી. ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ શીઘ્રસ્લખન જેવા રોગ દૂર કરી યૌન શક્તિને વધારશે.
આંબલીના બીજ પુરુષોમાં થવા વાળી સમસ્યા શિધ્રપતનમાં સહાયક છે. આંબલી યૌન દુર્બળતાને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આવો જાણીએ શિધ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે આંબલીનો ઉપયોગ કંઈ રીતે કરવો. આ સમસ્યાને દૂર કરવા માટે આંબલીના બીજનું ચૂર્ણ તૈયાર કરવું.
આંબલીના બીજની ચટણી પણ બનાવી શકાય છે. આંબલીના બીજનો સ્વાદ થોડો તૂરો હોય છે, તેથી તેના બીજને તવૈયા(લોઢી) પર શેકીને, સ્વાદ અનુસાર મીઠું, મરચું મેળવી લો અને તમારી ચટણી તૈયાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં જોવામાં આવ્યું છે કે, છૂટક દુકાનદારો આંબલીના બીજની ચટણી બનાવીને વેંચે છે. જેને લોકો ખુબ જ ઉત્સાહથી ખાય છે.