લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

દરરોજ કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની ઉણપ, નબળાઈ, સાંધાના દુખાવા અને નપુસંક્તાથી 100% છુટકારો

Posted by

પ્રાચીન સમયથી ભારતમાં ખજૂરનો ઉપયોગ થતો આવ્યો છે. સમુદ્ર કિનારાની રેતાળ જમીન માં આ ઝાડ પુષ્કળ પ્રમાણ માં થાય છે. પોષક તત્વોથી ભરપૂર ખજૂર પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર હોય છે. આ સિવાય તેમાં આયર્ન અને વિટામિન્સ પણ હોય છે. તેના સેવનથી શારીરિક શક્તિ વધે છે અને નબળાઈ દૂર થાય છે. ખજૂરનું નિયમિત સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે.

ખજુર દિવસ મા ગમે તે સમયે ખાઈ શકાય પણ સવારે ભૂખ્યા પેટે ખજુર નું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ માટે વધારે ફાયદાકારક છે, જીમ કે વર્કઆઉટ કરનાર લોકોએ તેના એક કલાક પહેલા ખજુર નું સેવન કરી શકો છો. સવાર સાંજ બે થી ત્રણ ખજૂર ચાવી ચાવી ને ખાઈ જવી અને ઉપર થી ગરમ પાણી પીવું. કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

ખજૂરનું સેવન કરવાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. તે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે.

રાત્રે એક મુઠ્ઠી ચણા અને પાંચ થી દસ ખજૂરને પલાળી ને સવારે ખાવાથી શરીર માં તાકાત વધે છે. જે વ્યક્તિઓનો વજન વધારે ઓછો હોય તેમને ખજૂર સાથે ચણા ખાવાથી થોડા દિવસમાં જ વજન વધવા લાગે છે અને ચામડી માં ચમક આવવા લાગે છે.

સવાર સાંજ ૩ થી ૪ સુકી ખજૂર ખાવાથી દમની બીમારી માં ફાયદો થાય છે સાથે સાથે શુગર પણ કંટ્રોલમાં રહે છે. ખજૂર માં કેલ્શિયમ હોય છે જે હાડકા અને દાંતો ને મજબૂત બનાવે છે. જે લોકો નું પેટ ખરાબ રહેતું હોય તેઓએ દરરોજ ખજૂર ખાવાથી ફાયદો થાય છે.

દરરોજ ખજૂર ખાવાથી શરીર માં રહેલી લોહી ની ઉણપ દૂર થાય છે. ભાત ના ઓસમણ ના પાણી માં ખજૂર ને પીસી ને થોડું પાણી નાખી ને પ્રવાહી જેવું બનાવી, બાળક ને બે-ત્રણ વખત આપવાથી દુબળા બાળક માટે બહુ જ સારું ટોનિક નું કામ કરે છે.

ખજૂર ના ઠળિયા ને બાળી તેની રાખ કરી કપૂર અને ઘી સાથે મેળવી ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે. તથા રાત્રે પલાળેલી ખજૂર ને સવારે મસળી ને ખાઈ જવાથી કબજિયાત દૂર થઇ મળશુદ્ધિ થાય છે.

શિયાળામાં ખાસ ખજૂર પાક બનાવીને ખાવાથી શરીરને ભરપૂર પોષણ અને ફાયદા મળી રહે છે. ખજૂર ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમીથી થતા રોગો જેવા કે દાંત ની કમજોરી, હાડકા ઓગળવા વગેરે મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *