લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

એક મહિલાની વ્યથા, હું પરિણીત મહિલા છું, મારા લગ્નને 13 વર્ષ થયા છે, હવે મને મારા પતિ સાથે મજા આવતી નથી…

Posted by

સવાલ.હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?.

જવાબ.લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ.

જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે.

તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

સવાલ.હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું.

જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.

ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.

સવાલ.હું પરિણીત મહિલા છું. મારા લગ્નને 13 વર્ષ થયા છે. મારે બે દીકરીઓ છે. બંને શાળામાં અભ્યાસ કરે છે. મારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા નથી. હું મારા પતિને ખૂબ માન આપું છું. અમારા સંબંધની શરૂઆતથી જ અમે હંમેશા એકબીજાને ખૂબ જ વફાદાર રહ્યા છીએ.

પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે. અમારું લગ્નજીવન કંટાળાજનક બની રહ્યું છે. આવું એટલા માટે કારણ કે અમે બંને મોડા ઘરે પાછા ફરીએ છે અને રાત્રિભોજન કર્યા પછી સીધા સૂઈ જઈએ છીએ.અમે અમારા વીકએન્ડ ઘરના કામકાજમાં અને અમારી દીકરીઓને સમય આપવામાં વિતાવીએ છીએ.

આ રોજિંદા વલણથી, મને લાગે છે કે હું મારા લગ્ન જીવનથી કંટાળી ગઈ છું. મને હવે મારા પતિ સાથે રહેવામાં મજા આવતી નથી. અમે ઇન્ટિમેટ પણ નથી. અમે બંને બાળકો વિના ડેટ પર જતા નથી. અમારા બંને માટે અત્યારે કોઈ સારો સમય નથી. મારે એવું જીવન નથી જોઈતું. મારા લગ્ન જીવનને સુધારવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.વિવાહિત સંબંધ જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કારણ કે સમયની સાથે લગ્નનો ઉત્સાહ ઓછો થવા લાગે છે. જ્યારે આ સંબંધમાં જવાબદારીઓ વધી જાય છે, ત્યારે યુગલો વચ્ચેની આત્મીયતા ધીમે ધીમે દૂર થવા લાગે છે.

તમારા કિસ્સામાં પણ તે જ જોવા મળી રહ્યું છે. તમે બંને એક છત નીચે સાથે રહો છો, પરંતુ તમારી વચ્ચે ભાવનાત્મક અંતર વધી રહ્યું છે. જ્યારે પ્રેમ-સન્માન અને આકર્ષણની લાગણીઓ સુરક્ષા-જોડાણ અને સમાધાનમાં પરિવર્તિત થાય છે ત્યારે આવું વધુ થાય છે.જેમ તમે ઉલ્લેખ કર્યો છે કે તમે બંને મોડા ઘરે પાછા ફરો છો અને જમ્યા પછી સીધા સૂઈ જાઓ છો.

તે જ સમયે, તમે તમારી પુત્રીઓ સાથે સપ્તાહના તમામ સમય પસાર કરો છો. આવી સ્થિતિમાં, હું તમને પૂછવા માંગુ છું કે, આ બધાની વચ્ચે તમે તમારા સંબંધ માટે ક્યારે સમય કાઢ્યો? ખરેખર, તમે બંનેએ એકબીજા કરતાં તમારી દિનચર્યાને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. એક યુગલ તરીકે, તમે ઘણી બધી શક્તિઓ પાછળ છોડી દીધી છે – સ્વતંત્રતા, ઉત્સાહ અને સ્નેહ જેણે સંબંધની શરૂઆતમાં તમારા બંનેને નજીક લાવવામાં મદદ કરી.

હું સંમત છું કે લગ્નના 13 વર્ષ પછી જવાબદારીઓ વધી જાય છે, પરંતુ આ પછી પણ, હું તમને સલાહ આપીશ કે દર મહિને ઓછામાં ઓછો એક દિવસ તમારા પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે કાઢો. તમે બંને ગમે તેટલા વ્યસ્ત હોવ તો પણ બાળકો વગર પણ ડેટ નાઈટ પ્લાન કરી શકાય છે.

આ ફક્ત તમારા બંનેને નજીક લાવવામાં મદદ કરશે નહીં પરંતુ લગ્નમાં ખોવાયેલી સ્પાર્કને પણ પાછી લાવશે. એટલું જ નહીં, તમે બંને સૂવાના સમયે તમારા ફોનને દૂર રાખો. આ એટલા માટે છે કારણ કે જો તમે તમારી જાતને ફોન અથવા ટીવીથી દૂર રાખો છો, તો તમને એકબીજા સાથે વાત કરવા અને સમય પસાર કરવા માટે વધુ સમય મળશે.

સવાલ.હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અ‌વસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે.

અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ?.

જવાબ.પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે.

ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે. આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે.

પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.

જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે.તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે.

તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *