તમે કોઇ સંબંધીને કે મિત્રને તો પત્ર લખો છો પરંતુ તમને કોઇ કહે કે ભગવાનને તમારી સમસ્યાને પત્રમાં લખીને મોકલાવો તો તમારું રીએક્શન કેવું હશે? પહેલા તો આપણને મગજમાં જ ન આવે કે ભગવાનને તો કઇ રીતે પત્ર લખાય.
પરંતુ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સિધ્ધિવિનાયક ગણેશ ભગવાનું મંદિર છે.જો તમે ગણપતિ મહારાજને પત્ર લખીને તમારું દુ:ખ વ્યક્ત કરો છો તો ગણપતિ મહારાજ ભક્તોના દુ:ખ દૂર કરે છે.
રાજકોટથી લગભગ 125 કિમી દૂર ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં એક અદ્ભુત ગણેશ મંદિર આવેલું છે. આ ભગવાન ગણેશનો મહિમા અમર્યાદ છે. સૌથી પહેલા આ ગણેશજીના મંદિરનો ઈતિહાસ જાણી લઈએ.
ગણેશ મંદિરની ઉત્પત્તિના સંબંધમાં, આ ગણેશ મંદિર અને ગણેશજી સ્વયંભૂ ઉદ્ભવ્યા છે. પાંડવોએ પણ વનવાસ દરમિયાન 5000 વર્ષ પહેલા અહીં ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ 5000 વર્ષ જૂના મંદિરની ટોચ પર ગણેશજી બિરાજમાન છે.
લોકવાયકાઓ અને પુરાણો અનુસાર ગણેશજીનું વાહન દરેક યુગમાં અલગ-અલગ હોય છે. તે મુજબ, સિંહના વાહન પર બેઠેલા ગણેશ ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. મંદિરમાં બેઠેલા અન્ય સફેદ ચહેરાવાળા ગણેશને જોવું એ પણ એક ઉપહાર છે.
જો કોઈ ભક્ત માત્ર સિદ્ધિવિનાયક દાદાને પત્ર લખે છે અને તે પત્ર પૂજારી ગણેશની સામે વાંચે છે અને પત્ર દ્વારા ભક્તની સમસ્યા જણાવે છે, તો ગણેશ તરત જ ભક્તની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
ભારતનું વિશેષ મંદિર, કારણ કે તે ભારતનું એકમાત્ર મંદિર છે, જ્યાં આકૃતિઓથી બનેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
એક લોકકથા અનુસાર અહીં 200 વર્ષ જૂની એક આકૃતિ છે, જેના મૂળમાં ગણપતિજી સ્વયં પ્રગટ થયા છે અને તેમને અહીંના મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતભરના તમામ ગણેશ મંદિરોમાં, આ મંદિરને વાસ્તવમાં સિદ્ધિવિનયનું મંદિર માનવામાં આવે છે. જેમના માત્ર દર્શનથી બધા દુ:ખ દૂર થઈ જાય છે.
ભારતભરમાં ભગવાન ગણેશના અનેક મંદિરો છે. ભગવાન ગણેશનું મંદિર અનોખું છે. અહીં ભક્તો તેમની તમામ સમસ્યાઓ ગણેશજીને પત્ર લખીને મોકલી શકે છે.
જેમાં કવરમાં તમારી સમસ્યા લખવી જોઈએ અને કવર પરનું સરનામું ગણેશ મંદિરનું સરનામું હોવું જોઈએ – ઢાંક એટલે એ પત્ર સીધો ગણેશ મહારાજના ચરણોમાં અને પૂજારી આરતી બાદ ભકતોના પત્રો ગણેશ મહારાજને સંભળાવે.
જે કોઈ ભક્તોને પોતાની ખુશીના સમાચાર આપ્યા હોય, કોઈએ પોતાની મુશ્કેલી હલ કરવા ગણેશજીને વિનંતી કરી હોય.આ તમામ પત્રો ગણેશ મહારાજ સાંભળે, ભક્તોની મુશ્કેલી દૂર કરે છે. ભક્તો દૂર-દૂરથી આવા ગણેશના દર્શન કરવા આવે છે. ભક્તોની જે પણ ઈચ્છા હોય તે ગણેશજી મહારાજથી પૂરી કરે છે.
મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે, આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા.
ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થવા લાગી અને ત્યારથી આ ચીલો શરૂ થયો. ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે.
ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે.જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે