એવો એક સમય આવે છે જ્યારે પ્રેમમાં પડેલી વ્યક્તિને તેના પ્રેમ સિવાય બીજું કશું દેખાતું નથી હોતું દરેક કિસ્સાઓમાં એવું નથી બનતું કે પ્રેમી પંખીડાઓના લગ્ન થાય પણ જેમના લગ્ન થાય છે તેઓની સાથે શું થાય છે?
પ્રેમ લગ્ન કરીને એકબીજાને ઓળખીને જીવન સાથે પસાર કરવા માટે તૈયાર થયેલા કપલને પણ મુશ્કેલી નડે છે આમના અનુભવ પરથી ઘણું શીખવા મળશે આજના મોડર્ન યુગમાં ટેકનોલોજી વધતા પ્રેમ લગ્નનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે.
સાથો સાથ ઘણા લોકોના મોટી ઉંમર હોવા છતાં લગ્ન ન થવાની સમસ્યામાં પણ આજકાલ વધારો થયો છે જો કે આ સમસ્યા માટે સામાન્ય રીતે પ્રેમ લગ્ન અને સોશિયલ મીડિયા ને જવાબદાર ગણવામાં આવતા હોય છે.
પરંતું હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સંતે આ સમસ્યા પાછળ માં બાપની ઓછી ધાર્મિકતા અને ભુલાઈ રહેલા સંસ્કારો ને જવાબદાર ગણાવ્યા છે હાલમાં સામે આવેલા વીડિયોમાં સંતનું કહેવું છે.
કે દીકરીને ભણાવવાની સાથસાથ રસોઈ પણ શીખવવી જોઈએ સાથે જ દીકરી ક્યા જાય છે તેની કાળજી માં એ અને દીકરો શું કરે છે તેની કાળજી પિતાએ લેવી જોઈએ સંત નું કહેવું છે કે આપણી સંસ્કૃતિ ભુલાવી પશ્ચિમી રંગે રંગવા ને કારણે.
આ તમામ સમસ્યા થઈ રહી છે સ્ત્રીઓ આજકાલ ઝાંસી ની રાણી મહાભારત કે રામાયણ ને બદલે કામ વિનાની સિરિયલ જોવે છે જેથી સંતાનોમાં પણ એ જ સંસ્કાર આવે છે સાથે જ મોબાઈલ પર વધુ પડતાં ઉપયોગ.
અને નકામી વસ્તુ જોવાથી પણ સંસ્કારનું પતન થાય છે તેમને કહ્યું આજકાલ માં બાપ દીકરીઓને એકલવાયા પરિવારમાં પરણાવવા નો આગ્રહ રાખે છે આ આગ્રહ પણ ખોટો છે.
જેને કારણે દીકરી એકલી પડી જાય છે આ સંતનું કહેવું છે કે કોઈ જાતિ નીચી ઊંચી જોઈ દીકરો ન લાવો પરંતું ઘર પરિવાર સાચવે તેવી દીકરી લાવવી.
ત્યારબાદ જાણીએ હાલમાં લગ્ન કરવાની ઉંમર કંઈ છે હાલમાં ભારતમાં યુવતીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ અને યુવાનો માટે 21 વર્ષ છે નાની વયની છોકરીઓ માતા બનતાં તેમનામાં એનિમિયા અને કુપોષણ મોતનું સામાન્ય કારણ છે.
દેશના અનેક ભાગોમાં હજી પણ 16થી 18 વર્ષની વયે છોકરીઓના લગ્ન કરી દેવાય છે જોકે નાની વયે છોકરીઓનાં લગ્નનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયું છે વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનની જાહેરાતને પગલે.
જૂનમાં સામાજિક એક્ટિવિસ્ટ જયા જેટલીના અધ્યક્ષપદે એક ટાસ્ક ફોર્સની રચના થઈ હતી બજેટની સ્પીચમાં સીતારામને જણાવ્યું હતું કે ભારતમાં 1978માં છોકરીઓની લગ્નની વય 15થી વધારીને 18 કરાઈ હતી.
હવે ભારતે વધુ વિકાસ કર્યો છે મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીની તકો વધી છે ઉપરાંત ઓછી વયની માતાઓનો મૃત્યુદર ઘટાડવો તેમજ પોષણનું સ્તર સુધારવું ખૂબ જ જરૂરી છે.
ટાસ્ક ફોર્સે યુવતીઓની માતા બનવા માટેની યોગ્ય વય નાની વયે માતા બનતાં મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાની જરૂરિયાત અને સંબંિધત મુદ્દાઓ તેમજ વર્તમાન કાયદામાં યોગ્ય સુધારા અંગે સૂચન કરવાનું છે.
ઉપરાંત ટાસ્ક ફોર્સની ભલામણોના અમલની ટાઈમલાઈન સાથે વિગતવાર યોજના પણ તેણે ઘડવાની છે જોકે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે 31મી જુલાઈએ આ સંબંધમાં તેનો રિપોર્ટ આપવાનો હતો.
પરંતુ તેણે હજી રિપોર્ટ રજૂ કર્યો નથી ભારતમાં લાંબા સમયથી લગ્ન માટે યુવતીઓની યોગ્ય ઉંમરનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે રાષ્ટ્રીય માનવ અિધકાર પંચે પણ છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની સમાન વયની જરૂરિયાતની ભલામણ કરી છે.
વિશ્વના 140 દેશોમાં છોકરા અને છોકરીઓ બંને માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ છે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 56 ટકા યુવતીઓએ 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કર્યા છે ગ્રામીણ ભારતમાં 18થી 21 વર્ષની વયે છોકરીઓના લગ્નનું પ્રમાણ વધુ છે.