લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શું ગર્ભાવસ્થામાં લસણ ખાઈ શકાય? જાણો તેનો જવાબ…

Posted by

લસણ ઔષધીય ગનથી ભરપૂર હોય છે અને એના સેવનથી તમામ રોગથી છુટકારો મેળવી શકાય છે. વેદ પુરાણમાં લસણને ઉત્તમ માનવામાં આવે છે અને એના સેવનની સલાહ પણ આપવામાં આવી છે. ડોકટરોનું પણ માનવું છે કે લસણ ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. જો માણસો લસણનું સેવન કરે છે તો તેમને ગેસ, સાંધાનો દુખાવો , ઊંચું લાહીનું દબાણ અને કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. એટલું જ નહીં લોહીનું હલનચલન પણ સારી રીતે થાય છે.

ખાલી પેટ ખાવું જોઈએ લસણ.લસણનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. ઘણા લોકો તેને શાકભાજીમાં ઉમેરી દે છે જ્યારે કેટલાક લોકો તેની ચટણી બનવીને ખાય છે. જો કે, આયુર્વેદ અનુસાર, જો લસણ કાચુ ખાવામાં આવે તો તે શરીરને વધારે ફાયદો આપે છે. તેથી, તમારે લસણ કાચુ ખાવું જોઈએ અને તેને ખાલી પેટ પાણી સાથે ખાવું જોઈએ. દરરોજ સવારે ખાલી પેટ લસણ ખાવાથી પાચનતંત્ર બરાબર રહે છે અને તેનાથી ઘણી બીમારીઓ શરીરથી દૂર રહે છે.

તમારે ગર્ભાવસ્થામાં લસણ ખાવું જોઈએ?.સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારની ખૂબ કાળજી લેવી પડે છે. ઘણી બધી વસ્તુઓ એવી છે, જે ગર્ભ ધારણ કર્યા પછી ત્રણ મહિના સુધી ખાવાથી જીવલેણ બની શકે છે. ઘણી સ્ત્રીઓના મનમાં પણ સવાલ ઉભો થાય છે કે શું ગર્ભાવસ્થામાં લસણ ખાવું જોઇએ કે નહીં અને તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે કે નહીં ?

ડોકટરોના જણાવ્યા અનુસાર, સગર્ભા સ્ત્રીઓ તેમના આહારમાં લસણની માત્રાને ઓછી માત્રામાં સમાવી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ દિવસમાં એક લસણની કળી ખાઈ શકે છે. આટલા પ્રમાણમાં લસણ ખાવાથી શરીરને કોઈ નુકસાન નથી થતું.

લસણમાં હાજર એલિસિનના તત્વો કોલેસ્ટ્રોલના સ્તરોને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સાથે, તેઓ સગર્ભાવસ્થામાં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કોલ્ડ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી પણ રક્ષણ આપે છે. તેથી સગર્ભા સ્ત્રીઓ કોઈપણ ભય વિના લસણનું સેવન કરી શકે છે.

વધારે માત્રામા સેવન કરવું જોઈએ નહી.સગર્ભા સ્ત્રીઓ ફક્ત ધ્યાનમાં રાખે છે કે તેઓએ લસણનું મોટા પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. વધારે પ્રમાણમાં લસણ ખાવાથી શરીરને નુકસાન થાય છે. દિવસમાં એક કરતા વધારે લસણની કળી ખાવી જીવલેણ સાબિત થાય છે. તેથી, ગર્ભ ધારણ કર્યા પછી લસણનું વધારે પ્રમાણમાં સેવન ન કરો.

ગર્ભાવસ્થા દરમિયાન લસણ ખાવાના ફાયદા.ગર્ભાવસ્થા દરમિયાન લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે, જે નીચે મુજબ છે.

ગર્ભાવસ્થામાં લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી નથી, તેનાથી ચેપ લાગવાની સંભાવના ઓછી રહે છે.

ઘણીવાર, સ્ત્રીઓ ગર્ભ ધારણ કર્યા પછી વાળ ગુમાવવાનું શરૂ કરે છે. જો કે, લસણનું સેવન વાળને મજબુત બનાવે છે અને વાળ ખરવાનું બંધ થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ ખૂબ જ થાકી જાય છે. પરંતુ જે મહિલાઓ લસણનું સેવન કરે છે તેમને થાકની સમસ્યા હોતી નથી.ગર્ભાવસ્થા દરમિયાન વધુ લસણ ખાવાથી થતું નુકસાન, વધુ પડતું લસણ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.

લસણ ખાવાથી બ્લીડિંગની સમસ્યા થઈ શકે છે. ખરેખર, લસણ લોહીને પાતળું બનાવે છે, જે ડિલિવરી દરમિયાન વધુ રક્તસ્રાવનું કારણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *