સવાલ.હું ૧૭ વરસનો છું. મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.
જવાબ.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો.
ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો.
સવાલ.હું ૨૫ વર્ષની છું. મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે.
મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી.
જવાબ.સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. જેને કારણે સમા-ગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સે@ક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ તકલીફ થતી નથી. તમને સે@ક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે.ચિંતા કરવાની જરૂર નથી.
સવાલ.હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું.
જવાબ.ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ મદદરૂપ થઇ શકે તેમ છે.
આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.
સવાલ.હું ૫૫ વર્ષની સ્ત્રી છું. મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સેક્સની માગણી તો નહીં કરે ને.
જવાબ.તમે તમારા સંસારમાં સુખી છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે.
અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જાઓ.
સવાલ.હું 32 વર્ષનો પુરુષ છું. મેં સાંભળ્યું છે કે દારૂ પીવાથી સે@ક્સ પાવર વધે છે. શું આ સાચું છે? શું હળવા નશોથી ઓર્ગેઝમ પર કોઈ અસર થાય છે?
જવાબ.મદ્યપાન અને જાતીય ક્ષમતા વચ્ચેનો સંબંધ માત્ર સમાજમાં જ નહીં, જૂની ફિલ્મો અને નાટકોમાં પણ વિવિધ રીતે કોતરવામાં આવ્યો છે. કદાચ આ કારણે સમાજમાં એવી માન્યતા પણ ખૂબ પ્રચલિત છે કે દારૂના સેવનથી યૌન ક્ષમતા વધે છે. આલ્કોહોલનું થોડું કે વધુ સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તે યોગ્ય નથી લાગતું કે પ્રેમની નોંધો વાઇનથી મધુર છે. આલ્કોહોલનું સેવન કર્યા પછી અમુક અંશે સંવેદનશીલતા પણ ઘટી જાય છે.
60 મિલીથી વધુની માત્રામાં લેવામાં આવેલ દારૂ ચોક્કસપણે જાતીય સહનશક્તિ ઘટાડે છે. સત્ય સાથેનો સંબંધ તોડવાથી વિવિધ પ્રકારની ભ્રમણાઓ પણ જન્મી શકે છે. લાંબા સમય સુધી સતત આલ્કોહોલનું સેવન કરવાથી પણ એસ્થેનિયા થાય છે.હળવા નશાનો અર્થ શું છે તે સમજવું મુશ્કેલ છે. પરંતુ ગાંજા, ચરસ અને કોકેઈનનો લાંબા ગાળાનો સમાન ઉપયોગ જાતીય શક્તિને સમાપ્ત કરી શકે છે.
આ જ સમસ્યા અન્ય દવાઓ અને કેટલીક દવાઓના ઉપયોગ પર સામાન્ય રીતે જોવા મળે છે.એ જ રીતે, ડાયઝેપામ, લોરાઝેપામ, શામક દવાઓ, અલ્સર વિરોધી દવા રેનિટીડિન અને બ્લડ પ્રેશર ઘટાડવા માટે આપવામાં આવતી કેટલીક એન્ટિ-હાયપરટેન્સિવ દવાઓ જેવા ટ્રાંક્વીલાઈઝર પણ પુરુષની જાતીય શક્તિમાં દખલ કરી શકે છે. સે@ક્સનો આનંદ મેળવવા માટે કોઈપણ પ્રકારના નશા પર નિર્ભર રહેવા કરતાં પરસ્પર પ્રેમ હોવો વધુ જરૂરી છે.