સવાલ.હું એક યુવતી છું અને 30 વર્ષીય પુરુષના પ્રેમમાં પડી ગઈ છું. હું તમને પહેલા મારા ભૂતકાળ વિશે પણ જણાવવા માગુ છું. આ પહેલા પણ હું અન્ય પુરુષની સાથે રિલેશનશિપમાં હતી અને અમે લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. પણ, અમે ક્યારેય અંગતપળો માણી નહતી.
તેની સાથે બ્રેકઅપ બાદ આઘાતમાંથી બહાર આવતા મને ઘણાં વર્ષો પણ લાગ્યા છે.હવે હું જે પુરુષની સાથે રિલેશનશિપમાં છું તેણે મને કહ્યું કે આપણા સંબંધો લાગણીશીલ જ નથી, તેણે મને લગ્ન કરવાની પણ ના પાડી દીધી છે. પણ, તે મારી સાથે અંગતપળો માણવા માગે છે. હું પણ તેની સાથે અંગતપળો માણવા માગુ છું પણ ખુબજ ડરી રહી છું.તો મારે શું કરવું જોઈએ?
જવાબ.અહીં સૌથી મોટો સવાલ એ થવો જોઈએ કે તમે આ રિલેશનશિપમાં શું ઈચ્છો છો અને શું અંગતપળો માણવાથી તમને તે મળી જ જશે? તમારે તે પરિસ્થિતિ વિશે પણ વિચારવું જ જોઈએ કે જ્યારે તમે આ રિલેશનશિપ છોડીને આગળ વધશો ત્યારે તમારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આમ તો નિકટનો પરિચય કરવો તે પર્સનલ ચોઈસ હોય છે.તમને એ વાતનો પણ ખ્યાલ હોવો જોઈએ કે આવું કરવાથી તમે વધુ નજીક આવશો અને પછી લાગણીના સંબંધો વધી જ જશે. પછી તેમાંથી અલગ થતા તમને વધુ તકલીફ થશે. માટે એક વખત વિચારજો, નહીં તો એવી પરિસ્થિતિ સર્જાશે કે બ્રેકઅપ કરવું પણ મુશ્કેલ થઈ જશે.
સવાલ.હું મારા બોયફ્રેન્ડને હું ખૂબજ પ્રેમ કરું છું. મને ખબર છે કે હજુ અમે બંને યુવાન છીએ. અને જિંદગી સાથે પસાર કરવા ઈચ્છીએ છીએ.જ્યારે મારા પેરેન્ટ્સને આ માલુમ પડ્યું કે અમે સાથે ઊંઘીએ પણ છીએ તો તેમણે મને ખૂબ ઠપકો આપ્યો હતો અને અન્ય સ્કૂલમાં ભણવા માટે મોકલી દીધી હતી.
જોકે પેરેન્ટ્સને કહ્યા વિના હું ફરીથી બોયફ્રેન્ડના સંપર્કમાં પણ આવી ગઈ છું. અમે બંને કોલેજ ખમત થવાની રાહ જોઈ રહ્યા છીએ, જેથી ફરીથી સાથે રહી શકીએ. પરંતુ કેટલાક દિવસો પહેલા બોયફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો કે તેના પેરેન્ટ્સ નથી ઈચ્છતા કે તે હવે મારી સાથે કોઈ પ્રકારનો સંપર્ક રાખે.અને હું ખૂબ જ નિરાશ થઈ ગઈ છું તો મારે શું કરવું જોઈએ.
જવાબ.હું સમજી જ શકું છું કે પેરેન્ટ્સે તમને બોયફ્રેન્ડ સાથે ઊંઘતા પકડી લીધા હતા અને તમારી સ્કૂલ પણ બદલાવી નાખી છે આથી તમને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. હવે તમારા બોયફ્રેન્ડના પેરેન્ટ્સ પણ તમને દૂર કરવાની વાત કરી રહ્યા છે. આ તમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હશે. હું તમારી ભાવના પણ સમજી શકું છું કે તમે બંને સાથે રહેવા ઈચ્છો છો. પરંતુ મને એવું લાગે છે કે હજુ તમે સગીરાવસ્થામાં જ છો આથી કોલેજ ખતમ થવા સુધી રાહ જુઓ.
આમ કરવાથી એકબીજાને સમજવા માટે તમને સમય પણ મળી જશે.રિલેશનશીપમાં અપ-ડાઉન થતી જ રહે છે. પરંતુ આ સમયે તમારે પોતાના કરિયર અને અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી તમે કોલેજ સુધી પહોંચી શકો અને બોયફ્રેન્ડને મળી પણ શકો. હાલમાં બોયફ્રેન્ડના ટોપિકથી થોડા પાછળ હટો અને અભ્યાસમાં ફોકસ કરી દો. તમે ઈચ્છો તો સ્કૂલમાં રહેનારા કાઉન્સેલર સાથે પણ આ વિશે ચર્ચા કરી જ શકો છો
સવાલ.હું એક પરિણીત યુવક છું.મારા લગ્નનને 8 વર્ષ થયા છે મારે એકે 7 વર્ષનું બાળક છે. હું બાળક અને પત્નીને ખૂબ પ્રેમ કરું છું. મારી સમસ્યા મારા દૂરના ભાભીની છે. તેમના લગ્નજીવનને 10 વર્ષ થયા છે પણ હજુ સુધી તેઓ માતા બની શક્ય નથી તપાસમાં તેના પતિમાં ખોટ જોવા મળી છે.ત્યારે ભાભી ઈચ્છે છે કે મારે તેમનું સમર્થન કરવું જેથી તે માતા બનવાની ખુશીનો આનંદ માણી શકે. મને સમજ નથી પડતું કે શું કરવું, કૃપા કરીને સલાહ આપો.
જવાબ.જો તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ શાંતિથી રહો છો, તો પછી તમારે શા માટે તમારા લગ્ન જીવનને ખંડિત કરવું જોઈએ તમારી ભાભીની માતા બનવાનું તમે કરેલો પ્રસ્તાવ સાવ ખોટો છે.ત્યારે આવું કરવાથી તમારા પરિવારના સભ્યો તમારા પર બગડશે.